Gujarat

રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

By GS TEAM
10 Nov 20252 mins read
TukuTouch Logo
રાજકોટમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. શહેરના કાલાવાડ રોડ પર મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારતાં 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

Rajkot Road Accident: રાજકોટમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. શહેરના કાલાવાડ રોડ પર મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારતાં 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.


ક્રિસ્ટલ મોલ નજીક થયો ગમખ્વાર અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં કાર હંકારી રહેલા ચાલકે એક ટુ વ્હીલરને અડફેટે લીધું હતું. જેમાં ટુ વ્હીલરચાલક અભિષેક (ઉંમર 20 વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે, અકસ્માત સર્જાયા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ભાગી જવાને બદલે સીધો જ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. કાર ચાલકનું નામ આત્મન પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે. PM બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે અને પોલીસે આત્મન પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓવર સ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે અકસ્માત, દરરોજ 20 લોકો હોસ્પિટલ ભેગા

બે દિવસમાં બીજો ગમખ્વાર અકસ્માત

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બે દિવસમાં આ બીજો ગંભીર માર્ગ અકસ્માત છે. અગાઉ શહેરના યુનિવર્સિટી રોડ પર એચ.પી. પેટ્રોલ પંપની સામે બે દિવસ પહેલાં જ એક મહિલા કાર ચાલકે એક્ટિવા પર જતી માતા-પુત્રીને પૂરપાટ વેગે હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાને કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી 15 વર્ષીય પુત્રી ધ્રુવીનું મોત નિપજ્યું હતું, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.