Get The App

મતદાર યાદી ડિજિટાઇજેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
મતદાર યાદી ડિજિટાઇજેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં 1 - image


Voter List Digitization In Gujarat: ગુજરાતમાં 2025ની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, આ ઝુંબેશ 11મી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં ફોર્મના ડિજિટાઇજેશન(અંકીયકરણ)ની કામગીરીમાં ડાંગ જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. જો કે, આ યાદીમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોનો સમાવેશ થયો નથી. 

ડાંગમાં 93.55 ટકા ડિજિટાઇજેશન

મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મને ડિજિટાઇઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડાંગ જિલ્લો 93.55 ટકા ગણતરી ફોર્મના ડિજિટાઇજેશન સાથે રાજ્યના 33 જિલ્લાઓમાં નંબર 1 પર રહ્યો છે. જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10 જિલ્લાઓની યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.

આ પણ વાંચો: LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્રિયા

ડિજિટાઇજેશનમાં ટોપ 10 જિલ્લાઓની યાદી

ક્રમજિલ્લોટકાવારી
1ડાંગ93.55
2ગીરસોમનાથ89.62
3મોરબી89.07
4સાબરકાંઠા89
5બનાસકાંઠા88.96
6મહીસાગર88.91
7છોટા ઉદેપુર88.81
8પંચમહાલ87.88
9અરવલ્લી87.67
10સુરેન્દ્રનગર87.45

100 ટકા ડિજિટાઇજેશનવાળી બેઠકો

રાજ્યમાં કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઇજેશનની કામગીરી 100 ટકા પૂરી થઈ ચૂકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય  છે. 

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 16 લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4.40 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 23 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત 2.82 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. 

CEO કચેરી દ્વારા મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ બૂથ લેવલ ઑફિસર(BLO)ની અસરકારક કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.


Tags :