LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્રિયા

LRD Provisional Merit List : રાજ્યમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની આતુરતાનો અંત લાવતા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
11,925 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમનું નામ અને મેરિટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈને જોઈ શકે છે.
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જેમનું નામ નથી તેવા ઉમેદવારોની યાદી
3 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત
મેરિટ લિસ્ટ જાહેર થવાની સાથે જ પસંદગી પામેલા ઉમેદવારો માટે મહત્વની સૂચના પણ જારી કરવામાં આવી છે. મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને Self Declaration Form ઓનલાઈન ભરવાનું રહેશે અને ત્યારબાદ તેની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે.
OTP વેરિફિકેશન વિના પ્રક્રિયા અધૂરી ગણાશે બોર્ડે ખાસ તાકીદ કરી છે કે માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ પૂરું થતું નથી. PDF ફાઈલ અપલોડ કર્યા બાદ ઉમેદવારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. OTP વેરિફિકેશન બાદ જ આ પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.
13,591 જગ્યાઓ માટે મેગા ભરતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલર સિપાહી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.
કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો
•પીએસઆઈ કેડર (PSI Cadre) - કુલ 858 જગ્યાઓ
• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 659
• હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 129
• જેલર ગ્રૂપ 2: 70
કુલ 12,733 જગ્યાઓ
•બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31
અરજી કેવી રીતે કરવી?
• અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.
• 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં કોન્સ્ટેબલ સંવર્ગના એલઆરની મેરિટની જાહેરાત કે તેમની ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી નથી. હજુ અગાઉની ભરતીની પીએસઆઈનું મેરિટ પણ બાકી છે. જેના કારણે હવે ઉમેદવારોએ તૈયારી કરવામાં પણ મૂંઝવણ સામે આવી શકે એમ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એકદમ ધીમી ગતિએ કરવામાં આવતી પોલીસ ભરતીની પ્રક્રિયાને કારણે યુવાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળે છે.

