Get The App

મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ 1 - image


Visnagar News: મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે, જેમાં કુલ છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. 4 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બે દિવસ સુધી સગીરા ગુમ હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરા ઘરે પરત આવતા પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સગીરાના અપહરણ બાદ વારંવાર દુષ્કર્મ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 4 ઓક્ટોબરના રોજ બની હતી. રાત્રિના સમયે ચાલવા નીકળેલી એક કિશોરીનું પવન ઠાકોર અને વિજય ઠાકોર નામના શખ્સોએ અપહરણ કર્યું હતું. કિશોરીને એક અવાવરી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ નરાધમો કિશોરીને શહેરના ત્રણ ટાવર પાસે છોડીને જતાં રહ્યા હતા, જેના પગલે કિશોરી ઘરે જતી રહી હતી. જોકે, થોડા સમય બાદ આરોપી પવન ઠાકોર ફરી તેના મિત્ર સોહમ ઠાકોરને લઈને આવ્યો હતો અને કિશોરીને ફરી એક ઓફિસમાં લઈ ગયો હતો. ત્યાં આ બંને મિત્રોએ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરીને આદર્શ શાળા પાસે ઉતારી દીધી હતી.

આ પણ વાંચો: શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અડપલા

બે દિવસ ગોંધી રાખીને દુષ્કર્મ

કિશોરી પોતાના ઘરે જાય તે પહેલાં જ પ્રકાશ મોદી નામનો એક અન્ય શખ્સે તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સતત દુષ્કર્મ આચર્યું હતું. આ બે દિવસ દરમિયાન સગીરા ગુમ હોવાથી તેના પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા. સગીરા મળી આવતાં પરિવાર અને પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો, જેના પગલે ચકચાર મચી ગઈ છે.

6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વિસનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીની ફરિયાદના આધારે પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોકસો એક્ટ, દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.


Tags :