જામનગરમાં શાકભાજીના વિક્રેતા યુવાન પર ચારિત્ર્યની શંકાના આધારે ધોકા વડે હુમલો : બે શખ્સો સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે રાંદલ નગરમાં રહેતા સાહેબનો લાલિયો અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શાકભાજીનો વેપારી યુવાન રાંદલ નગરમાં રહેતી એક મહિલાના ઘેર શાકભાજી આપવા જાય છે, જેથી તેના પર શંકા વહેમ કરીને બંને આરોપીઓએ અહીં ફરીથી આવતો નહીં, તેમ કરી હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ બંને હુમલાખોર આરોપીઓને શોધી રહી છે.

