સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદથી શરુ થશે વંદે ભારત ટ્રેન, જાણો સમય અને રૂટ
Vande Bharat Train time and route : આગામી તા. 26મીએ સાબરમતી-વેરાવળ-સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. ગુરુવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે. આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતાં ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે.
રાજકોટથી વેરાવળ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન થઈ ગયા બાદ વધુ ટ્રેન ઉપલબ્ધ થઈ ન હતી. લાંબા અંતરની ટ્રેન આપવા અને વંદે ભારત ટ્રેન શરુ કરવા માંગણી કરવામાં આવી હતી. 2022માં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ કરવા રેલવે બોર્ડમાં દરખાસ્ત થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ
આખરે રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. આગામી તા. 26મીએ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. સાબરમતી સ્ટેશનથી આ ટ્રેન સવારે 5:25 વાગ્યે ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોચશે અને બપોરે 2:40 વાગ્યે વેરાવળથી ઉપડી રાત્રિના 9:૩5 વાગ્યે સાબરમતી પહોચશે. આમ, 438 કિલોમીટરનું અંતર કાપતા આ ટ્રેનને સાતેક કલાક જેટલો સમય લાગશે.