Get The App

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય 1 - image


Valsad News : રાજ્યમાં વલસાડવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, ત્યારે ચાલો જાણી વંદેભારત ટ્રેનનો સમય સહિતની માહિતી.

વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ અપાયું

મળતી માહિતી મુજબ, વલસાડના રેલવે સ્ટેશન ખાતે વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ કરવાની સ્થાનિકો સાંસદ-નાગરિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વલસાડવાસીઓને આ સુવિધા આપી છે. રેલવેના નિર્ણયથી સ્થાનકોમાં હરખ છવાયો છે.

આ પણ વાંચો: વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા

વલસાડ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે મુસાફરીમાં ઘણી અનુકૂળતા રહેશે. જેનાથી વલસાડના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસને પણ વેગ મળશે. 

Tags :