Get The App

તંત્રના પાપે હેલમેટ પહેર્યું હોવા છતાં વલસાડમાં યુવકે ગુમાવ્યો જીવ, લોકોએ ખખડધજ રસ્તાનો કર્યો વિરોધ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
તંત્રના પાપે હેલમેટ પહેર્યું હોવા છતાં વલસાડમાં યુવકે ગુમાવ્યો જીવ, લોકોએ ખખડધજ રસ્તાનો કર્યો વિરોધ 1 - image


Valsad Man Died: ગુજરાત મોડેલનો અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઢોલ પીટતી સરકારના દાવાઓની દર ચોમાસામાં પોલ ખૂલી જાય છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સામાન્ય વરસાદમાં હાઇવે પર પણ જીવલેણ ખાડા પડી ગયા છે. આ ખાડાના કારણે વલસાડમાં વધુ એક વ્યક્તિએ મંગળવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતું આ તંત્રનું આટલા મોત બાદ પણ પેટનું પાણી હલતું નથી. 

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, વલસાડમાં પારડી હાઈવે પર વરસાદના કારણે આખા રસ્તા પર ખાડા પડી ગયા હતા. આ ખાડાના કારણે બિસ્માર થયેલા રોડ પર અકસ્માત થયો અને એક શખસે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બાઇકચાલક મંગળવારે (8 જુલાઈ) આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાડાના કારણે બાઇક ચાલકનું સંતુલન બગડ્યું અને બાદમાં તેની ઉપર ટ્રક ચઢી જવાથી બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, બાઇક ચાલકે હેલ્મેટ પહેરેલું હોવા છતા યુવક મોતને ભેટ્યો હતો. 

આ પણ વાંચોઃ સુરતના હોડી બંગલા વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવ્યું

તંત્રના પાપે હેલમેટ પહેર્યું હોવા છતાં વલસાડમાં યુવકે ગુમાવ્યો જીવ, લોકોએ ખખડધજ રસ્તાનો કર્યો વિરોધ 2 - image

લોકોએ કર્યો વિરોધ 

નોંધનીય છે કે, બાઇકચાલકના મૃત્યુ બાદ સ્થાનિક લોકોએ રોડ પર બેસીને જ ધરણા કર્યા હતાં અને રસ્તો બાનમાં લીધો હતો. આ સિવાય જનતાએ ઉગ્ર વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો. લોકો ઘટનાસ્થળે જ બેસી ગયા હતા અને યુવક માટે ન્યાયની માંગ કરી હતી. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. તેમજ ટ્રાફિક ખોલાવ્યો હતો. લોકોનો આરોપ છે કે, ટોલ ટેક્સ જે પ્રકારે વસૂલવામાં આવે છે, તે પ્રકારેની સુવિધા કેમ પૂરી પાડવામાં આવતી નથી? આજે એક વ્યક્તિ આ ખાડાના કારણે મોતને ભેટ્યું કાલે બીજા હશે. તંત્ર કે સરકારને સામાન્ય લોકોના જીવની કંઈ પડી જ નથી.

આ પણ વાંચોઃ અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા

પોલીસે હાથ ધરી તપાસ

હાલ, પોલીસે વિરોધ કરી રહેલા સ્થાનિકોને શાંત પાડ્યા છે અને આ મામલે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મામલે આસપાસના સીસીટીવી મદદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. 

Tags :