Gujarat

વાઘોડિયા રોડ પર બિલ્ડર પરેશ પટેલની નવી સાઇટમાં માટી ધસી પડી: સર્જન કોમ્પ્લેક્સના મકાનોમાં તિરાડો, લોકોએ બહાર દોડી આવી હોબાળો મચાવ્યો

By GS TEAM
13 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બિલ્ડર પરેશ પટેલ દ્વારા નવા બંધાઈ રહેલા કોમ્પ્લેક્સ માટે ઊંડા પાયા ખોદવામાં આવતા બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સના અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. શનિવારે (13 ફેબ્રુઆરી) સવારે દસેક વાગ્યાના સુમારે આ પાયાના ખાડામાં એક વ્યક્તિ પડી જતા ફાયર બ્રિગેડ તંત્રએ આ વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢી બચાવી લીધો હતો. જોકે, તે દરમિયાન બાજુના સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વૉલ પણ તૂટી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડ પર બિલ્ડર પરેશ પટેલની નવી સાઇટમાં માટી ધસી પડી: સર્જન કોમ્પ્લેક્સના મકાનોમાં તિરાડો, લોકોએ બહાર દોડી આવી હોબાળો મચાવ્યો

Vadodara News: વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બિલ્ડર પરેશ પટેલ દ્વારા નવા બંધાઈ રહેલા કોમ્પ્લેક્સ માટે ઊંડા પાયા ખોદવામાં આવતા બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સના અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. શનિવારે (13 ફેબ્રુઆરી) સવારે દસેક વાગ્યાના સુમારે આ પાયાના ખાડામાં એક વ્યક્તિ પડી જતા ફાયર બ્રિગેડ તંત્રએ આ વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢી બચાવી લીધો હતો. જોકે, તે દરમિયાન બાજુના સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વૉલ પણ તૂટી પડી હતી.

આ પણ વાંચોઃ દાણીલીમડા કાંડ: માસૂમ સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ

અનેક મકાનોમાં તિરાડ પડી

સર્જન કોમ્પ્લેક્સના અનેક મકાનોમાં તિરાડો પડી જવાના કારણે ગભરાયેલા સ્થાનિક રહીશો બિલ્ડિંગ ધરાશાયી થવાના ડરથી પોતપોતાના મકાનો ખાલી કરીને બહાર રોડ પર દોડી આવ્યા હતા. તેમણે પાલિકા તંત્ર સહિત સ્થાનિક બિલ્ડર સામે ભારે હોબાળો મચાવીને વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ક્યારે મળશે ન્યાય? અમેરિકન વકીલને વિમાનમાં ગરબડની આશંકા

ખાડામાં પડેલી વ્યક્તિને બચાવવા સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ તંત્રને તાત્કાલિક જાણ કરી હતી.