Get The App

વડોદરા: પંજાબના બે બાઈકસવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા ઝડપાયા

Updated: Feb 15th, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: પંજાબના બે બાઈકસવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા ઝડપાયા 1 - image


વડોદરા, તા. 15 

વડોદરા તાલુકાના દુમાડ નજીક બાઇક પર પસાર થતા બે શખ્સને એસઓજીની ટીમે અટકાવી તપાસ કરી હતી. ત્યારે તેની પાસેથી

નશાકારક માદક દ્રવ્ય બેઝીક આલ્કલોઇડ (હેરોઇન) રૂ. 36,500 મળી આવ્યું હતું. તેથી હેરોઈન સહિત કુલ રૂ .1,51,700/ - નો મુદ્દામાલ ઝડપીને બંનેની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લામાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિને ડામવા એસ.ઓ.જી. ગ્રામ્યએ ટીમો બનાવી હતી. અને ગતરોજ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટીમને મળેલી માહિતી આધારે દુમાડ ગામની સીમમાં ને.હા.નં. ૪૮ની બાજુમાં વાહનચેકીંગની કામગીરી કરી હતી. અને બે ઇસમોને પકડી પાડી તેઓની ઝડતી તપાસ કરી હતી. ત્યારે તેમની પાસેથી નશાકારક માદક પદાર્થ હેરોઇન મળી આવ્યા હતા. ઝડપાયેલા બંને સતનામસિંગ નરનજનસિંગ સંધુ ( જાટ ) , મુળ રહે . વલટોહા , તા . પટ્ટી , જિ . તરનતારન , પંજાબ , હાલ રહે . નંદેસરી જગદંબા ચોકડી , પરગટસિંગની અમૃતસરી હોટલમાં વડોદરા અને (2) સુરજીતસિંગ સહેલસિંગ સોવંતે , ઉ.વ. 43, મુળ રહે, મહેમા પંડોરી , તા. જી. અમૃતસર , પંજાબ , હાલ રહે . મકાન નં . 25, એકતાનગર , નર્મદા કોલોની પાસે . છાણી જકાતનાકા , વડોદરા હોવાનું જાણવા મળે છે. જ્યારે ( ૧ ) પરગટસિંઘ અજાયબસિંઘ બરથ , રહે, જય યોગેશ્વર નગર, સમા, વડોદરા 5ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલો મુદ્દામાલ: (1) નશાકારક માદક પદાર્થ બેઝીક આલ્ફ્રેલોઇડ (હેરોઇન) ચોખ્ખુ વજન 07ગ્રામ 300 મીલીગ્રામ કિ.રૂ. 36,500/

(2) મોબાઇલ ફોન નંગ-02 , કિ.રૂ .10,૦૦૦ / (૩) રોકડા રૂ.5200 / (4) યામાહા R15 મો.સા. 01 કિ.રૂ. 1,૦૦,૦૦૦ /  આમ કુલ રૂ .1,51,700 /નો મુદ્દામાલ જપ્તે કર્યો છે. 

Tags :