Get The App

વડોદરા: કોરોના ઇફેક્ટના કારણે કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ સાદગીથી ઉજવાયો

Updated: Dec 28th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: કોરોના ઇફેક્ટના કારણે કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ સાદગીથી ઉજવાયો 1 - image


વડોદરા, તા. 28

કોંગ્રેસપક્ષના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આજે  શહેર કોંગ્રેસ કાર્યાલય-દાંડિયાબજાર ખાતે શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સ્થાપના દિવસની ઉજવણી સાદગીથી ઉજવી હતી.

વડોદરા: કોરોના ઇફેક્ટના કારણે કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ સાદગીથી ઉજવાયો 2 - image

ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ  સ્થાપના દિવસ મનાવી રહી છે. આ પાર્ટી આઝાદીના આંદોલનનો ભાગ બની હતી. સમય સાથે તેના રંગરૂપ બદલાયા પરંતુ ગાંધી શબ્દ પાર્ટીની ઓળખનો  પર્યાય બની ગયો. વડોદરાના દાંડિયાબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની આગેવાનીમાં તેમજ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ગૌરવવંતા સ્થાપના દિવસની ઉજવણી ધ્વજ વંદન સાથે કરવામાં આવી હતી. આપ્રસંગે આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો સંગઠનને મજબૂત કરી પ્રજાકીય કાર્યો અને નાગરિકોની સેવા માટે કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Tags :