Get The App

વડોદરામાં 16 વર્ષીય સગીરાનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ વાન પર ચઢી મચાવ્યો હોબાળો

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં 16 વર્ષીય સગીરાનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ વાન પર ચઢી મચાવ્યો હોબાળો 1 - image


Vadodara News: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના એક પોશ વિસ્તારમાં ગત રાત્રે (15 જાન્યુઆરી) એક વિચિત્ર ઘટના સામે આવી છે. 11માં ધોરણમાં અભ્યાસ કરતી એક 16 વર્ષીય સગીરાએ રસ્તા પર ઉતરી ભારે હોબાળો મચાવતા સ્થાનિકો અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઘટના સમયે સગીરા નશાની હાલતમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

પ્રેમ પ્રકરણમાં તકરાર બાદ હંગામો

મળતી માહિતી મુજબ, આ સગીરા તેના મિત્ર (પ્રેમી)ને મળવા ગઈ હતી, જ્યાં કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલી સગીરાએ રસ્તા પર જ હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે સગીરાના મિત્રના પરિવારજનોએ જ આખરે પોલીસને જાણ કરવી પડી હતી.

પોલીસ વાન પર ચઢી ગઈ સગીરા

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસને જોઈ નમ્ર બનવાને બદલે સગીરા સીધી પોલીસ વાન પર ચઢી ગઈ હતી. કલાકો સુધી ચાલેલા આ ડ્રામા દરમિયાન તેણે પોલીસ અને ત્યાં હાજર લોકો સાથે અશોભનીય વર્તન કર્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સ્થળ પર 3 થી 4 પીસીઆર વાનનો કાફલો ખડકી દેવો પડ્યો હતો. મહિલા પોલીસકર્મીઓએ પણ સગીરાને નીચે ઉતારવા અને શાંત પાડવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ત્રીજી વખતની ઘટના: પરિવાર અને સ્થાનિકો પરેશાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સગીરા અગાઉ પણ બે વખત આ પ્રકારનું વર્તન કરી ચૂકી છે. તેની સતત બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને વર્તનને કારણે તેના પરિવારજનો પણ ચિંતિત હોવાનું કહેવાય છે. સ્થાનિક રહીશોએ પણ આ અંગે અવારનવાર મૌખિક રજૂઆતો કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી અને કાઉન્સેલિંગ

સગીરા વયની હોવાથી અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તેને સમજાવટથી નીચે ઉતારી હતી. મકરપુરા પોલીસે સગીરાના માતા-પિતાને બોલાવીને જરૂરી સમજ આપી હાલ તેને સોંપી દીધી છે. જોકે, જાહેરમાં સરકારી કામગીરીમાં અવરોધ અને હંગામો કરવા બદલ પોલીસે કાયદેસરની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ-ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાયા

પોલીસ કાર્યવાહી અને કાઉન્સેલિંગ

સગીરા વયની હોવાથી અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તેને સમજાવટથી નીચે ઉતારી હતી. મકરપુરા પોલીસે સગીરાના માતા-પિતાને બોલાવીને જરૂરી સમજ આપી હાલ તેને સોંપી દીધી છે. જોકે, જાહેરમાં સરકારી કામગીરીમાં અવરોધ અને હંગામો કરવા બદલ પોલીસે કાયદેસરની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.