Get The App

વડોદરા: પરિણીતાના ફોન ઉપર બીભત્સ ફોટા અને વિડિયો મોકલી પજવણી કરતો રોમિયો

Updated: Dec 28th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: પરિણીતાના ફોન ઉપર બીભત્સ ફોટા અને વિડિયો મોકલી પજવણી કરતો રોમિયો 1 - image


વડોદરા, તા. 28

પત્નીના મોબાઈલ ફોન ઉપર અવાર નવાર બીભત્સ ફોટા અને વિડિયો મોકલી અપશબ્દો બોલતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વડોદરા રહેતો રાહુલ બંસલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, છેલ્લા બે મહિનાથી અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી તેમની પત્નીના મોબાઈલફોન ઉપર બીભત્સ મેસેજો આવી રહ્યા છે. સામેવાળી વ્યક્તિ અવારનવાર વોટ્સએપ ઉપર ન્યૂડ ફોટા તથા પોર્ન ક્લિપ મોકલે છે. જેથી તેમણે સમજાવવાનો પ્રયાસ કરતાં સામેવાળી વ્યક્તિએ અપશબ્દો બોલી ટેક્સ મેસેજમાં પણ અપશબ્દો લખી મોકલ્યા હતા. અને અવારનવાર પતિ પત્નીને ફોન કરી અપશબ્દો બોલે છે.

Tags :