Get The App

વડોદરા રક્ષિત કાંડઃ પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ, 140ની ઝડપે ગાડી ચાલતી હોવાનો થયો ખુલાસો

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા રક્ષિત કાંડઃ પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ, 140ની ઝડપે ગાડી ચાલતી હોવાનો થયો ખુલાસો 1 - image


Vadodara Accident: વડોદરામાં 13 માર્ચની રાત્રે નશો કરી પ્રતિ કલાક 140 કિ.મી.ની ઝડપે ફોક્સવેગન કાર દોડાવી રક્ષિત ચોરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ કેસમાં કારેલીબાગ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી છે, જેને પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરશે. 

140 હતી કારની સ્પીડ

આ ચાર્જશીટમાં પોલીસે અમુક મહત્ત્વની વાતનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ અનુસાર, 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ 140 હતી. જોકે, ત્યારબાદ કારની મલ્ટી કોલિઝન બ્રેકિંગ સિસ્ટમ એક્ટિવ થઈ જતા કાર ઓટોમેટિક જ ઊભી રહી ગઈ હતી. ચાર્જશીટ મુજબ, રક્ષિતે અકસ્માત વખતે બ્રેક નહોતી મારી.  

આ પણ વાંચોઃ જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન: મિલન કરાવી આપ્યું

12 સાક્ષીઓના નિવેદન નોંધ્યા

નોંધનીય છે કે, પોલીસે આ કેસ અંતર્ગત મેજિસ્ટ્રેટે 12 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. મળતી માહિતી મુજબ, શરૂઆતમાં પોલીસ તેના મિત્ર પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવવાના હતાં, જોકે બંનેએ નશો કર્યા હોવાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નિયમ પ્રમાણે સાક્ષી બનાવાયા ન હતા.  

રક્ષિતના મિત્રો પણ નશાની હાલતમાં 

પોલીસે આ મામલે રક્ષિતના બંને મિત્રો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. પોલીસ અકસ્માત સમયનો વીડિયો પણ ફોરેન્સિક તપાસમાં મોકલ્યો હતો. જેનો પણ હવે રિપોર્ટ સામે આવી ગયો છે. હવે આ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે અને તેના આધારે કોર્ટની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

આ પણ વાંચોઃ જામનગરની જી.જી.હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં હંગામા મચાવી સિક્યુરિટી ગાર્ડને માથામાં હુમલો કરી દેવા અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ

શું હતી ઘટના? 

હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી

  • હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
  • પુરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
  • કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ 
  • જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
  • વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
  • નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
  • જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
  • રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ
Tags :