Get The App

જામનગરની જી.જી.હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં હંગામા મચાવી સિક્યુરિટી ગાર્ડને માથામાં હુમલો કરી દેવા અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરની જી.જી.હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં હંગામા મચાવી સિક્યુરિટી ગાર્ડને માથામાં હુમલો કરી દેવા અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ 1 - image

Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ગઈકાલે બપોરે માથાકૂટ થઈ હતી, અને સારવાર અર્થે આવેલી એક મહિલાએ પોતાના સાગરીતની મદદથી હંગામો મચાવ્યો હતો, અને ફરજ પર હાજર રહેલા એક સિક્યુરિટી ગાર્ડ ઉપર મહિલા અને તેના સાગરીતે લોખંડના કડા વડે હુમલો કરી દઈ માથું ફોડ્યું હતું અને બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે આરોપીઓ સામે સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા રઘુવીરસિંહ જેઠુભા ઝાલા (42) કે જેઓ ગઈકાલે ટ્રોમા વોર્ડમાં પોતાની ફરજ પર હતા, જે દરમિયાન સંગીતા નામની એક મહિલા પોતાના સાગરીત સાથે સારવાર માટે આવી હતી, અને ટ્રોમા વોર્ડમાં બંનેએ હંગામો મચાવ્યો હતો, અને વિનોદરામ દોસાંધ નામની વ્યક્તિ સાથે જીભાજોડી કરી માર માર્યો હતો.

 જેથી સિક્યુરિટી ગાર્ડએ આવીને મધ્યસ્તા કરીને બંનેને મુક્ત કરાવ્યા હતા. દરમિયાન સંગીતા અને તેની સાથેના સાગરીતે લોખંડના કડા વડે સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરી દેતાં માથું ફોડ્યું હતું, જેથી તેઓને માથામાંથી લોહી નીકળી ગયું હતું, અને પ્રાથમિક સારવાર લેવી પડી હતી.

 જે બનાવની સિક્યુરિટી ગાર્ડ રઘુવીરસિંહ ઝાલાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંગીતા અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધવામાં આવી છે, અને બંને આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Tags :