Get The App

કાકા સસરા પર હુમલો કરનાર ફરાર કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરને પકડવા પોલીસ ટીમો એક્શનમાં

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
કાકા સસરા પર હુમલો કરનાર ફરાર કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરને પકડવા પોલીસ ટીમો એક્શનમાં 1 - image


Vadodara : વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં રહેતા કાન્હા ગ્રૂપના બિલ્ડર ધવલ દીપક ઠક્કરે ગુંડા તત્વોને દારૂ પીવડાવીને કાકા સસરા પર હિંસક હુમલો કરાવ્યો હતો. જેમાં કાકા સસરાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ ગુંડા તત્વોની ધરપકડ કરી લીધી હતી પરંતુ બિલ્ડર ધવલ ઠક્કર ધરપકડથી બચવા માટે અંડર ગ્રાઉન્ડ થઈ ગયો છે. જેથી છાણી પોલીસની બે તેમજ પીસીબી અને ડીસીબી સહિતની અલગ અલગ ટીમો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

 વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી આમ્રકુંજ સોસાયટીમાં રહેતા કાન્હા ગ્રૂપના બિલ્ડર ધવલ દીપક ઠક્કર રોજ દારૂનો શિકાર નશો કરી આવીને પત્ની સાથે વારંવાર ઝઘડા કરી ઢોર મારતો હતો. પતિના ત્રાસથી કંટાળીને તેમની પત્ની અવારનવાર પિયરમાં જતી રહેતી હતી. દરમિયાન આ ધવલ ઠક્કર બિલ્ડરે કાકા સસરા જગદીશભાઈ સાથે ફોન પર ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બિલ્ડરે કેટલાક માથાભારે અને લુખ્ખા તત્વોને દારૂ પીવડાવીને છાણી વિસ્તારમાં રહેતા તેમના કાકા સસરા જગદીશભાઈના ઘરે લઈ ગયો હતો અને ફોન પર થયેલા ઝઘડાની અદાવત રાખીને ભત્રીજા જમાઇ બિલ્ડર સહિતના માથાભારે સુનિલ, વૈભવ, શંભુને ગયો કાકા સસરા પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત કાકા સસ્તાને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેમને માથામાં ટાંકા આવ્યા હોય તેઓએ છાણી પોલીસ સ્ટેશનમાં જમાઈ બિલ્ડર ધવલ ઠક્કર સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી છાણી પોલીસ ગુંડા તત્વો વૈભવ, સુનિલ અને શુંભની ધરપકડ કરી લેવામાં આવી હતી. બિલ્ડરની આવી કરતૂતના કારણે સમગ્ર બિલ્ડર જગતમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ધરપકડથી બચવા માટે ધવલ ઠક્કર અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોય તેમ હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી. જેના કારણે છાણી પોલીસની બે તેમજ ડીસીબી અને પીસીબી સહિતની અલગ-અલગ ટીમો દ્વારા આ હુમલાખોર બિલ્ડરને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags :