વડોદરા પોલીસનો 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ : ફ્રોડ તથા ચોરીના રૂ.9.70 લાખનો મુદ્દામાલ પરત

Vadodara Police : વડોદરા શહેરના ઝોન-1માં આવતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડમાં ગયેલા રૂપિયા તથા ચોરાયેલા ચોરીમાં ગયેલા મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારે આ વસ્તુઓ પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમના ફ્રોડમાં ગયેલા રૂપિયા તથા ચોરાયેલો સામાન મળી રૂ.9.70 લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં ઘણા લોકોના મોબાઇલ તથા સોના ચાંદીના દાગીના શરીરની કીમતી વસ્તુઓ ગુમ તથા ચોરી થઈ જતી હોય છે. ઉપરાંત 16 માં ગયેલા રૂપિયાની તેઓ પોલીસ ફરિયાદ નોંધાવે છે. ત્યારે પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આ લોકોના મુદ્દામાલ વહેલી તકે શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે સયાજીગંજ પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં ચોરીમાં ગયેલો મુદ્દા માલ તથા થયેલા રૂપિયા રિકવર કરી લેવામાં આવ્યા છે.
જેને લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશ્નર જે.સી.કોઠીયા ઝોન-1 ની અધ્યક્ષતા હેઠળ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે તે અરજદારોને રીકવર રિકવર કરવામાં આવેલો મુદ્દા માલ પોલીસ સ્ટેશન ખાતે તેમને બોલાવીને પરત સોપવામાં આવ્યો હતો. જેમાં ડી.જે.ચાવડા એ ડિવીઝન તથા આર.ડી.કવા બી ડિવીઝન તેમજ ઝોન-1ના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ અરજદારો હાજર રહ્યા હતા. જેમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના 10 ઈસમોના રૂ.7.93 લાખ સાયબર ફ્રોડના ભોગ બનેલ ઈસમોને નામદાર કોર્ટના હુકમથી પરત અપાયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના 1 ઈસમોના રૂ.90 હજાર સાથબર ફ્રોડના પરત કરાયા છે. નંદેશરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રૂ.14 હજાર એક ઇસમને ઠગાઈના પરત અપાયા છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રૂ.73 હજાર સાયબર ફ્રોડ તથા ચોરીમાં ગયેલ મોબાઈલ 4 લોકોને પરત કર્યા છે.
આમ ઝોન-1 હસ્તકના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી ચોરાયેલ તેમ સાયબર ફ્રોડના મળીને રૂ.9.70 લાખનો મુદામાલ અધિકારીઓના હસ્તે માલીકોને પરત સોપવામાં આવ્યો હતો.

