Get The App

વડોદરા: ભૂતડીઝાંપા વિસ્તારમાં પાણીની લાઈનમાં અવાર નવાર ભંગાણ થી લોકો પરેશાન

Updated: Dec 28th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: ભૂતડીઝાંપા વિસ્તારમાં પાણીની લાઈનમાં અવાર નવાર ભંગાણ થી લોકો પરેશાન 1 - image

વડોદરા, તા. 28

વડોદરા શહેરના ભુતડીઝાંપા બસ સ્ટેન્ડ સામે આવેલા માળી મહોલ્લામાં છેલ્લા એક વર્ષથી તંત્ર દ્વારા આડેધડ ખોદકામ ના કારણે પીવાના પાણીની લાઈનમાં અવાર નવાર ભંગાણ સર્જાતાં સ્થાનિક રહીશોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. તેવામાં છેલ્લા એક વર્ષથી તંત્ર દ્વારા આડેધડ ખોદકામ કરાતા અવારનવાર પાણીની લાઇન થઇ રહી છે. આ અંગે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પાલિકાની વહીવટી કચેરી ખાતે આપી છે. પરંતુ પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા તરફથી યોગ્ય જવાબ મળતો નથી. આજે ફરી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળતાં કિચનનું સામ્રાજ્ય સર્જવાની સાથે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેથી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી તાત્કાલિક ધોરણે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ બંધ કરવા રજૂઆત છે. અને રહીશોને વારંવાર થતી પારાવાર હાલાકી કાયમી ધોરણે દૂર કરવા માંગણી કરી છે.