Get The App

વડોદરાનો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો, ઘર છોડતા પહેલા લખ્યો છેલ્લો પત્ર

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાનો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો, ઘર છોડતા પહેલા લખ્યો છેલ્લો પત્ર 1 - image


Vadoara News: વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અલ્પેશ ખોડાજી સોમવારે (નવમી જૂન) ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો. આ મામલે પાણીગેટ પોલીસે ગુમ હેડ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરતા તે હરિદ્વારથી મળી આવ્યો છે. હાલ હેડ કોન્સ્ટેબલ હાલ હરિદ્વાર પોલીસના કબજામાં છે અને તેને વડોદરા લાવ્યા બાદ સમગ્ર મામલે તાપસ કરાશે.

હેડ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી નવા પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશ ખોડાજી (મૂળ રહેવાસી બનાસકાંઠા, વાવ: વેજિયા) બાપોદ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે સોમવારે (નવમી જૂન) રાત્રે 10:30 વાગે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યો હતો અને ત્યારબાદ કોઈને કશું પણ કહ્યા વગર જતા રહ્યો હતો. પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ બતાવતો હતો. ઘરમાં તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે 'મને મારા દાદા બોલાવે છે અને હું ત્યાં જવું છું.' 

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ પલટી, 3ને ગંભીર ઈજા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો

આ બનાવ અંગે પાણીગેટ પોલીસે જાણવા જોગ નોંધ લઈ તાત્કાલિક સ્થાનિક પોલીસ, ડીવીઝનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ મળી કુલ ત્રણ ટીમો બનાવી હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથધરી હતી. જોકે, હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે.

વડોદરાનો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો, ઘર છોડતા પહેલા લખ્યો છેલ્લો પત્ર 2 - image




Tags :