વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત: સાત કલાક પછી પણ અનેક લોકોની ભાળ મળી નથી
Vadodara Gambhira Bridge Collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો, જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, દુર્ઘટનાના સાત કલાક બાદ પણ ઘણાં લોકોની હજુ ભાળ મળી નથી.
વડોદરામાં બ્રિજ દુર્ઘટના
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સાત કલાક પછી પણ કેટલાય લોકોની હજી સુધી ભાળ મળી નથી. પરિવારજનો પાદરા, મુંજપુર અને સયાજી હોસ્પિટલમાં પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. બુધવારે (9 જુલાઈ) સવારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને પાદરા અને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બપોરે 1:45 વાગ્યા સુધી પણ કેટલાક લોકોની ભાળ મળી નથી.
ત્રણ વ્યક્તિ ગુમ
મળતી માહિતી મુજબ, બામણ ગામે રહેતા 25 વર્ષીય દિલીપ પઢીયાર, 45 વર્ષીય ભવન ચાવડા, 21 વર્ષીય અતુલ રાઠવા હજુ સુધી ગુમ છે. આ ત્રણેય બાઇક પર પાદરા જવા નીકળ્યા હતા અને બ્રિજ દુર્ઘટના બાદ તેઓનો કોઈ પત્તો લાગતો નથી. ત્રણેયના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે.
પરિવારે જણાવી વ્યથા
સયાજી હોસ્પિટલમાં આવેલા ગુમ દિલીપ પઢીયારના ભાઈ ઘનશ્યામે જણાવ્યું હતું કે, હજી સુધી અમારા ભાઈ અને અન્ય બેની કોઈ ખબર મળી નથી. અમે પાદરા તેમજ મુંજપુર અને છેવટે સયાજી હોસ્પિટલમાં તપાસ કરવા માટે આવ્યા છે પરંતુ અમારા સ્વજનોની કોઈ ખબર પડતી નથી.
આ પણ વાંચોઃ વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઈને જવાશે
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી.
મૃતકોની યાદી જાહેર