Get The App

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઈને જવાશે

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઈને જવાશે 1 - image


Vadodara Gambhira Bridge Collaps: પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો, જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને  વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. 

વાહનવ્યવહાર ખોરવાયો: વૈકલ્પિક રૂટ જાહેર

ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીરા બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે, જે ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચોઃ સુરતમાં ખાડી પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સુપર કલોરીનેશન સરકારની સુચના બાદ પણ ન થયું

પ્રતિબંધિત રસ્તાઓ

પાદરા-આણંદને જોડતો ગંભીરા પુલ: આ પુલ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉમેટા બ્રિજ: ભારે વાહનો માટે આ બ્રિજ પણ પ્રતિબંધિત રહેશે.

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઈને જવાશે 2 - image

આ પણ વાંચોઃ VIDEO : વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યાં, 9નાં મોત

વૈકલ્પિક રૂટ

તારાપુરથી વડોદરા જતાં ભારે વાહનો: સીધા વાસદ થઈને વડોદરા તરફ જવું.

બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતાં નાના વાહનો: ગંભીરા બ્રિજ તરફ જવાને બદલે ઉમેટા થઈને નીકળવું. ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવો.

પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતાં વાહનો: ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોએ વાસદ થઈને નીકળવું.

ભરૂચ/જંબુસરથી સૌરાષ્ટ્ર તરફ જતાં ભારે વાહનો: કરજણ ભારતમાળા એક્સપ્રેસ (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ) અથવા કરજણ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર તરફથી તારાપુરથી બોરસદ થઈ વડોદરા તરફ તેમજ આસોદરથી આંકલાવ તરફ આવતાં ભારે વાહનો: નેશનલ હાઇવે નં. 48, એક્સપ્રેસ હાઇવે, તથા ભારતમાળા (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આણંદથી વડોદરા તરફ આવતાં ભારે વાહનો: મહીસાગર નદી પરનો સિધરોટ બ્રિજ ખૂબ જૂનો હોવાથી સાવચેતીના ભાગરૂપે ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

જાહેરનામાનો ભંગ

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ ગુનો દાખલ કરવાની સત્તા ધરાવે છે.


Tags :