Gujarat

વડોદરા ફાયરબ્રિગેડની આણંદમાં કામગીરી: ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત

By GS Team
12 Mar 20221 min read
This article was originally published on 12 Mar 2022
વડોદરા ફાયરબ્રિગેડની આણંદમાં કામગીરી: ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત

વડોદરા, 12 માર્ચ 2022

આણંદમાં ડ્રેનેજના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડી હતી. જેમાં શ્રમિક દબાઇ ગયો હતો. મોડી રાત્રે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો સ્થળ પર પહોંચી છ કલાકની ઝહેમત બાદ શ્રમિકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

આણંદમાં ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા ઇફ્કો હોલમાં ડ્રેનેજના ખોદકામની કામગીરી દરમ્યાન શ્રમિકો ખાડાની અંદર જઇને ખોદકામ કરતા હતા. ત્યારે માટીની ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતા તેમાં એક શ્રમિક માટી વચ્ચે દબાયો હતો. ઘટના સાંજે પાંચ વાગ્યે થઈ હતી. જે બાદ સ્થાનિક સ્તરે બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

ગત રાત્રે ત્રણ વાગ્યે આ ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા જીઆઇડીસી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો. ત્યાં જઇને જેસીબી જેવા મશીનો સાથે વડોદરા ફાયરના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. માટીના કાટમાળ નીચે દબાયેલા શ્રમિકનો મૃતદેહની ભાળ મેળવી અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.