Get The App

વડોદરા કોર્પોરેશનનું કરબોજ વિનાનું 3770 કરોડનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ

- બજેટમાં સાત નવા ફ્લાયઓવર બ્રિજ સૂચવ્યા

- ગોત્રી ગાયત્રીનગરમાં નવું સ્ટેડિયમ બનશે

Updated: Jan 23rd, 2020

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનનું કરબોજ વિનાનું 3770 કરોડનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ 1 - image

વડોદરા, તા. 23 જાન્યુઆરી 2020 ગુરૂવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ આજરોજ મ્યુનિસિપલ કમિશ્નરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. રૂપિયા 3770 કરોડના આ બજેટમાં શહેરીજનો માટે કોઈ કરબોજ સૂચવ્યો નથી.

કોર્પોરેશનની ચૂંટણીના આ વર્ષમાં મતદારોને રિઝવવા ચૂંટણીલક્ષી કર ભારણ વિનાનું બજેટ રજૂ કરાયું છે. ગયા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રૂપિયા 3554 કરોડનું હતું. જેનો રિવાઇઝ્ડ અંદાજ રૂપિયા 3558 કરોડનો મૂકવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશનનું કરબોજ વિનાનું 3770 કરોડનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ 2 - imageગયા વર્ષ કરતાં આ વખતે બજેટમાં 216 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયનું કહેવું છે કે શહેર નો સર્વાંગી વિકાસ થાય અને લોકો પર બોજ ના આવે તે રીતે બજેટ રજૂ કર્યું છે.

બજેટમાં નાના-મોટા 385 કામો મૂકવામાં આવ્યા છે. જેમાં 28 કામો એવા છે. જે રૂપિયા 1 કરોડથી માંડીને 300 કરોડ સુધીના છે. વડોદરામાં સાત નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે જે કોર્પોરેશન અને સરકાર સાથે મળીને બનાવશે.

આ સાત બ્રિજમાં વૃંદાવન ચાર રસ્તા, ખોડીયાર નગર જંકશન, સરદાર એસ્ટેટ જંકશન, સમા તળાવ, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ અને માણેકપાર્ક જંકશનનો સમાવેશ થાય છે.

વડોદરા કોર્પોરેશનનું કરબોજ વિનાનું 3770 કરોડનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ 3 - imageબજેટમાં ગોત્રી ગાયત્રીનગરમાં નવું સ્ટેડિયમ બનાવવાનું કામ પણ સૂચવ્યું છે. રૂપિયા 1257 કરોડની આવક સામે રૂપિયા 1209 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે અને 50 કરોડની પુરાંત બતાવી છે.

Tags :