Gujarat

વડોદરા કોર્પોરેશનમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ બંધ કરાયો

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
વડોદરા કોર્પોરેશનમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ બંધ કરાયો

વડોદરા, તા. 04 માર્ચ, 2022 

વડોદરા કોર્પોરેશનમાં ભાવિ આયોજનમાં મદદરૂપ થઈ શકે તે માટે ઉભો કરવામાં આવેલો ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલ હવે બંધ કરવાનો નિર્ણય લીધો છે

વડોદરા શહેરનાભાવિ આયોજનમાં મદદરૂપ થઇ શકે તે માટે છ વર્ષ અગાઉ તત્કાલીન કમિશનર ડોક્ટર વિનોદ રાવે વડોદરા કોર્પોરેશનમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ શરૂ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટસની સાથોસાથ તળાવોના બ્યુટિફિકેશન,હેરિટેજ ડેવલપમેન્ટને લગતી કામગીરી ભવિષ્યમાં થનાર છે. જેથી, આયોજનમાં સેવાસદન દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવાય તે માટે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ ઊભી કરી તેના ખાતાધિકારી તરીકે સ્પેશિયલ પ્રોજેક્ટસના કાર્યપાલક ઇજનેર ધીરેન તળપદાને જવાબદારી સોંપી હતી. તાજેતરમાં કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં આ શાખા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.