Get The App

'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આપો

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આપો 1 - image

Vadodara News: ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં આજે (24મી નવેમ્બર) વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ઉગ્ર દેખાવ કર્યો હતો. કોંગ્રેસે ચૂંટણી પંચની આ કામગીરીની મુદત માર્ચ 2026 સુધી લંબાવવાની અને SIRના કામના ભારણને કારણે મૃત્યુ પામ્યા હોવાનો આક્ષેપ કરીને મૃતક BLOના પરિવારને આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.

માત્ર 10 ટકા કામગીરી પૂરી થવાનો આક્ષેપ

ચૂંટણી પંચ દ્વારા હાલમાં રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે આગામી ચોથી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો છે. ત્યારે વડોદરા કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વડોદરા ખાતે 1200 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ સમયમર્યાદા નજીક હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 10 ટકા જ કામગીરી થઈ છે. કોંગ્રેસે 'તગલઘી નિર્ણય' અને 'કામનું વધુ પડતું ભારણ' હોવાનો આક્ષેપ કરીને શિક્ષકો મજૂરીનો શિકાર બન્યા હોવાનું જણાવ્યું હતું.

'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આપો 2 - image

આ પણ વાંચો: ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ

મૃતક BLOના પરિવારને સહાયની માંગ

વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસે જણાવ્યું હતું કે સયાજીગંજની પ્રતાપ હાઈસ્કૂલ ખાતે SIRની કામગીરી કરનાર BLO ઉષાબેન સોલંકીનું આકસ્મિક અવસાન થયું છે, જે વધુ પડતી કામગીરીના ટેન્શનમાં થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને મૃતક BLOના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 100 જેટલા કોંગી કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્લે કાર્ડમાં 'શિક્ષકોને ન્યાય આપો અને અત્યાચાર બંધ કરો' જેવા નારા લખ્યા હતા. કોંગ્રેસે ચૂંટણી પંચને આ કામગીરીના સમયની મર્યાદા વધારવા માટે તાત્કાલિક નિર્ણય લેવા વિનંતી કરી છે.