Gujarat
વડોદરા: દાંડિયા બજાર ચાર રસ્તા પાસે એક્ટિવા અને ઘોડાગાડી વચ્ચે અકસ્માત
By GS Team
20 Jan 20221 min read
This article was originally published on 20 Jan 2022

વડોદરા, તા. 20
વડોદરા શહેરના દાંડિયાબજાર ચારરસ્તા પાસે એક્ટિવા અને ઘોડાગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ઘોડો માર્ગ ઉપર બેભાન બની જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વડોદરા શહેરમાં છાશવારે અકસ્માતોની ઘટના ઘટતી હોય છે પરંતુ આજે અચરજ પ્રમાણે તેવી ઘટના સામે આવી છે. અત્યાર સુધી વાહનો વચ્ચે અકસ્માત તથા રખડતાં પશુઓના પગલે અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી છે પરંતુ આજે દાંડિયાબજાર ચારરસ્તા પાસે એક્ટિવા અને ઘોડાગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ચર્ચાનો વિષય બન્યો હતો. અકસ્માતના પગલે ઘોડો માર્ગ ઉપર બેભાન થઈ જતા સૌ કોઈ ચિંતિત બન્યા હતા અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે ગણતરીની મિનિટોમાં ઘોડો અચાનક ઊભો થઈ જતા ઘોડાગાડી માલિકે રાહત અનુભવવાની સાથે વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો.




