ગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ, ખેડૂતો ચિંતિત

Unseasonal rains in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી રહી છે. હવામાન વિભાગે હજુ 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે 31 ઓક્ટોબરે રાજ્યના 74 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે.
74 તાલુકામાં કમોસમી વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના જાફરાબાદમાં 1.57 ઇંચ, ભાવનગરના તળાજામાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે ગીર સોમનાથના ઉના, ભાવનગરના મહુવા, નવસારીના ગણદેવી, વલસાડના વાપી, ઉમરગામ, પારડી સહિત 71 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.



