Gujarat

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર

By GS TEAM
29 Mar 20261 min read
TukuTouch Logo
ઉનાળાની ઋતુમાં ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લામાં 3 એપ્રિલ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે(29 માર્ચ, 2026) સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સાવરકુંડલા, ખાંભા, ગીર સહિતના પંથકમાં માવઠું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર

Unseasonal Rain in Amreli: ઉનાળાની ઋતુમાં ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લામાં 3 એપ્રિલ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે(29 માર્ચ, 2026) સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સાવરકુંડલા, ખાંભા, ગીર સહિતના પંથકમાં માવઠું થયું છે.  

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું

અમરેલીના ગીર, ખાંભા, સાવરકુંડલા સહિતના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જેમાં સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા સહિત સાકરપરા, અભરામપરા ગામમાં માવઠું થયું છે. 

આ ઉપરાંત, ખાંભાના જીક્યાળી, ધજડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

આ પણ વાંચો: અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કોઈ નુકસાનીના અહેવાલ નથી

ગરમીની સિઝનમાં અમરેલીના અનેક તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના આંબા સહિતના પાકને નુકસાની જવાની ભીતિ વર્તાઈ રહી છે. તેમજ તલ, બાજરી, મગફળી સહિતના ઉનાળુ પાકમાં પણ માવઠાની અસર પડી છે.