Get The App

કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, અમરેલીના પૂર્વ સાંસદે PM-CMને પત્ર લખી માગી સહાય

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, અમરેલીના પૂર્વ સાંસદે PM-CMને પત્ર લખી માગી સહાય 1 - image


Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. આ કમોસમી વરસાદના ખેડૂતોની મુશ્કેલી સૌરાષ્ટ્રભરમાં વધી રહી છે. ત્યારે અમરેલી જિલામાં રાજુલા, સાવરકુંડલા, ધારી,ખાંભા સહિત લીલીયા વિસ્તામાં પડેલા વરસાદથી વિવિધ પાકોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી ઊભી થતા અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહાયની માગ કરી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, અમરેલીના પૂર્વ સાંસદે PM-CMને પત્ર લખી માગી સહાય 2 - image

કેરી, ડુંગળી, અને તલના પાકને પુષ્કળ નુકસાન

અમરેલી પૂર્વ સાંસદ નારણ કાછડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્રને લખી રજૂઆતો કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કેરી, ડુંગળી, અને તલના પાકને પુષ્કળ નુકસાન થયું છે. જેથી ખેડૂતોને સહાય આપવા આવે.' અમરેલી જિલ્લામાં ખેડૂતોની કેરી ડુંગળી તલ જેવા વિવિધ પાકોમ નુકસાન હોવાથી સરકાર સમક્ષ સહાય પેકેજ આપવા માટે ભાજપ નેતાઓ દ્વારા રજૂઆતો કરી માંગણી કરી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, અમરેલીના પૂર્વ સાંસદે PM-CMને પત્ર લખી માગી સહાય 3 - image

આ પણ વાચો: હવે બાળકીઓ શાળામાં પણ સુરક્ષિત નથી? વડોદરામાં 4 વર્ષની બાળકી સાથે પટાવાળાએ કર્યા શારીરિક અડપલાં


ભારે વરસાદના કારણે ખેડૂતનો મોઢે આવેલો કોળિયો છીનવાયો

ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. બીજી બાજું વડોદરામાં બે ઈંચ વરસાદ ખાબકતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.

આંબાવાડીઓને થયું નુકસાન

આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનનગરમાં 2500 હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુસાન થયું હતું. મહુવામાં 7 ઈંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ પાલીતાણામાં વરસાદના કારણે 2500 હેક્ટર જેટલાં વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના આંબાને નુકસાન થયું હતું.

કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, અમરેલીના પૂર્વ સાંસદે PM-CMને પત્ર લખી માગી સહાય 4 - image



Tags :