Get The App

દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ખાબક્યો

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ખાબક્યો 1 - image


Rainfall In Gujarat : હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 39 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં  4 ઇંચ વરસાદ વરસ્યો છે. 

નવસારીમાં 4 ઇંચ વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નવસારીમાં છેલ્લા 4 કલાકમાં 4.06 ઇંચથી વધુ વરસાદ થયો છે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ

વલસાડના ઉમરગામમાં 2.4 ઇંચ

જ્યારે વલસાડના ઉમરગામમાં 2.4 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ, ડાંગના આહવા, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને નવસારીના જલાલપુર તાલુકામાં 1.42-1.42 ઇંચ, વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ

જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ખાબક્યો 2 - image

Tags :