Get The App

અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને બચકાં ભરી ફાડી ખાધી, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને બચકાં ભરી ફાડી ખાધી, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો 1 - image


Ahmedabad News : આજકાલ મોટા શહેરોમાં કૂતરાં પાળવાનો ટ્રેન્ડ વધ્યો છે. પાલતૂ શ્વાનના ત્રાસના લીધે ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતૂ શ્વાને 4 મહિનાની બાળકીને બચકાં ભરતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની ટીમે બાળકીને મૃત જાહેર કરી હતી. પાલતૂ શ્વાને બચકાં ભરી ફાડી નાખતાં આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને પાલતૂ શ્વાનોને લઇને ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાલતૂ શ્વાન રોટવીલર લઇને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતચીત કરી રહી હતી તે સમયે અચાનક શ્વાન હાથમાંથી છટકી ગયું હતું અને તેણે યુવતી અને  ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કરી બચકાં ભર્યા હતા.

અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને બચકાં ભરી ફાડી ખાધી, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો 2 - image

આ પણ વાંચો: નખત્રાણાના સમૂહલગ્નમાં આમંત્રિત મહંત પર હિચકારો હુમલો, સાત લોકો સામે ફરિયાદ

ત્યારબાદ બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 

Tags :