Gujarat

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

By GS TEAM
13 Nov 20251 min read
દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

વડોદરા,દાદી સાથે રહેતા બેરોજગાર યુવકે ગઇકાલે ઘરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દંતેશ્વર સોમા તળાવ બ્રિજ પાસે ઝવેર નગરમાં રહેતો શ્રીકાંત સુભાષભાઇ બાગુલે ( ઉં.વ.૩૪) હાલમાં બેરોજગાર હતો.  ગઇકાલે તેણે ઘરે ઓઢણી વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. શ્રીકાંત બાગુલે અપરિણીત હતો. તે દાદી સાથે  રહેતો હતો. તેના દાદી બહાર ગામ  ગયા હતા. તે દરમિયાન તેણે આપઘાત કરી લીધો હતો. પાડોશમાં રહેતા પિતા ઘરે જોવા જતા આપઘાતની જાણ થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૃ કરી છે.  જોકે, પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. આપઘાતનું કારણ જાણવા માટે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.