Get The App

પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલીસી: અમદાવાદમાં 50 હજાર સામે માત્ર 5520 પાલતુ કૂતરાંની નોંધણી

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલીસી: અમદાવાદમાં 50 હજાર સામે માત્ર 5520 પાલતુ કૂતરાંની નોંધણી 1 - image


Pet Dog Registration Policy: અમદાવાદમાં 1 જાન્યુઆરી-25થી પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલીસીનો અમલ શરૂ કરાયો છે. શહેરમાં અંદાજે 50 હજાર પાલતુ કૂતરાં સામે 5520 કૂતરાંની નોંધણી માલિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાવી છે. લેબ્રાડોર, ગોલ્ડન રીટ્રીવર,જર્મન શેફર્ડ અને ડોબરમેન સહિતની જાતના પાલતુ કૂતરાં રાખવા નોંધણી કરાઈ છે. નદીપાર આવેલા પાલડી,વાસણા, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારમાંથી 3508 પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાવાયુ છે.

હડકવામુકત અમદાવાદ શહેર-2030ની ગાઈડલાઈન મુજબ શહેરમાં પાલતુ કૂતરાં રાખવા માટે આ વર્ષના જાન્યુઆરી મહિનાથી પોલીસીનો અમલ શરૂ કરાયો છે. પ્રતિ કૂતરાં દીઠ રૂપિયા 200 નોંધણી ચાર્જ તંત્ર તરફથી વસુલ કરી રજિસ્ટ્રેશન કરાય છે. 

વિવિધ વોર્ડ વિસ્તારમાં 4848 પેટઓનર્સ દ્વારા 5520 પાલતુ કૂતરાંની નોંધણી કરાવવામાં આવી છે. પેટ ઓનર્સ  દ્વારા રાખવામાં આવેલા સાઈબેરીયન હસ્કી, શિહત્ઝુ, પોમેરીયન જેવી કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન કરાવાયુ છે.

ઝોન મુજબ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન

ઝોન    રજિસ્ટ્રેશન

મધ્ય   181

પૂર્વ    631

ઉત્તર   431

ઉ.પ.   1283

દક્ષિણ  587

દ.પ.   901

પશ્ચિમ  1484

ઓનલાઈન 22

કુલ     5520

મ્યુનિ.ટીમે મેમનગરથી રોટ વીલરનો કબજો મેળવ્યો

હાથીજણ ખાતે આવેલી રાધેય રેસીડેન્સી ખાતે સોમવારે રાત્રે  પેટ ઓનર્સ દીલીપ પટેલ દ્વારા રાખવામાં આવેલા પાલતુ કૂતરાં રોટ વીલરે ચાર મહિનાની બાળકીને ફાડી ખાધી હતી. પેટ ઓનર્સે   ડોગનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ નહતુ. ઘટના પછી મ્યુનિ.ની ટીમ મંગળવારે સવારે ઘટના સ્થળ ઉપર પહોંચી એ સમયે પેટ ઓનર્સ ફલેટને તાળુ મારી ફરાર થઈ ગયો હતો. આ પાલતુ કૂતરાને મેમનગર રાખવામાં આવ્યો હોવાની માહિતી મળતા મેનગર ખાતેથી કૂતરાંનો કબજો લઈ દાણીલીમડા ઢોર ડબા ખાતે મોકલી અપાયો હોવાનુ સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપુતે કહયુ હતુ.

પેટ ડોગનો બલ્ડ સેમ્પલ ટેસ્ટ કરાશે

મ્યુનિ.દ્વારા પેટ ડોગ રોટ વીલરનો કબજો મેળવાયા પછી તેના બ્લ્ડ સેમ્પલ લઈ ટેસ્ટ કરાશે. કયા કારણથી તેની બિહેવીયર બદલાઈ એ અંગેની તપાસ પણ કરાશે.

Tags :