Get The App

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ હેઠળ SG હાઈવે ઉપર પાંચ ફુટ ઓવરબ્રિજ બનાવવા આયોજન

એરપોર્ટ રોડના આઈકોનિક રોડ તથા કૃષ્ણનગર જંકશનનો પણ સમાવેશ

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News

     પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ હેઠળ SG  હાઈવે ઉપર પાંચ ફુટ ઓવરબ્રિજ બનાવવા આયોજન 1 - image  

 અમદાવાદ,સોમવાર,23 જુન,2025

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ હેઠળ એસ.જી.હાઈવે ઉપર પાંચ અલગ અલગ લોકેશન તથા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સુધી બનાવાયેલા આઈકોનિક રોડ ઉપર તેમજ કૃષ્ણનગર જંકશન ઉપર ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

શહેરના  જુદા જુદા સ્થળોએ રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર તૈયાર કરવામાં આવી છે.જે મુજબ એસ.જી.હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ,નિરમા યુનિર્વસિટી પાસે,ગોતા ફલાય ઓવરબ્રિજ અને એલીવેટેડ કોરીડોરની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અંડરપાસની વચ્ચે હોટલ બીનોરી પાસે,થલતેજ અંડરપાસ અને પકવાન ફલાયઓવરબ્રિજની વચ્ચે ગ્રાન્ડ ભગવતી પાસે તથા પકવાન ફલાયઓવરબ્રિજ અને ઈસ્કોન ફલાયઓવરબ્રિજની વચ્ચે રાજપથ કલબ પાસે   ફુટઓવરબ્રિજ બનાવાશે.ફુટ ઓવરબ્રિજની સ્ટ્રકચરલ ડિઝાઈન આર.એન્ડ બી.ડિઝાઈન સર્કલ દ્વારા ચકાસવામાં આવશે.નેશનલ હાઈવે ઉપરના ફુટ ઓવરબ્રિજની રોડથી કલીયર હાઈટ છ મીટર રાખવાની રહેશે.

Tags :