દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ
Navsari Unclaimed Container Found: નવસારીના ઐતિહાસિક દાંડી દરિયાકાંઠે સોમવારે (8 સપ્ટેમ્બક) રાત્રે બિનવારસી કેમિકલનું કન્ટેનર આવી પહોંચ્યું છે. ત્યાં હાજર હોમગાર્ડ દ્વારા આ વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ કન્ટેનરમાં કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવસારીના દરિયાકાંઠેથી મળ્યું બિનવારસી કન્ટેનર
નોંધનીય છે કે, સોમવારે (8 સપ્ટેમ્બર) પણ દાંડીના દરિયાકિનારેથી આવું કન્ટેનર મળી આવ્યું હતું. આ કન્ટેનરમાં રંગવિહીન કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હવે નવસારીમાંથી પણ આવું કન્ટનર મળી આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં અત્યાર સુધી 6 બિનવારસી કન્ટેનર મળ્યા
અત્યાર સુધીમાં પોરબંદર, મુન્દ્રા, દ્વારકા, મીઠાપુર, માંડવી અને નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી કુલ 6 જેટલા એક સરખા કન્ટેનર તણાઈને આવ્યા છે. હાલ આ તમામ જિલ્લાના પોલીસે આ વિશે કસ્ટમ વિભાગ સહિત સંબંધિત વિભાગોને જાણ કરી છે. જોકે, હજુ સુધી કન્ટેનરમાં રહેલા પ્રવાહી વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.