'મેં અઢી વર્ષમાં બે હજાર કરોડના કામ કર્યા...', કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાની ઈટાલિયાને ચેલેન્જ
Umesh Makwana on Gopal Italia: વિસાવદરની બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત બાદ ગુજરાતના રાજકારણમાં જાણે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે. થોડાક દિવસ પહેલાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. જે બાદ ગઈકાલે ગાંધીનગર વિધાનસભા ખાતે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા આવ્યા હતા પણ રાજીનામું આપ્યું નહોતું. એ પછી હવે આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર ફેક્યો છે કે, જો ચેલેન્જ આપવી જ હોય તો વિકાસના કામોની ચેલેન્જ આપો.
આ પણ વાંચો: 'મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ', કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ
બોટાદમાં મેં અઢી વર્ષમાં રુ. 2000 કરોડના કામ કર્યા
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમના મતવિસ્તારમાં કરેલા કામ અંગે જણાવતા કહ્યું હતું કે, 'મેં મારા અઢી વર્ષના કાર્યકાળમાં બોટાદ વિસ્તારમાં રુ. 2000 કરોડના વિકાસના કામો કર્યા છે. ગોપાલભાઈમાં ત્રેવડ હોય તો કામ કરવાની ચેલેન્જ કરો. ગોપાલભાઈ વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે.'
આ પણ વાંચો: વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો
ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરી...
ઉમેશ મકવાણાએ વધુમાં વાત કરતાં કહ્યું હતું કે, 'ભાજપ અને આપના ધારાસભ્યો રાજીનામાના નાટક કરે છે. પ્રજાના કામ કરવા માટે ચૂંટાયા છો, તો કામ કરો. કામની રાજનીતિ કરો. લોકોએ તમારા ઉપર વિશ્વાસ મુકીને તમને ચૂંટ્યા છે, તો આવા નાટકો બંધ કરો અને લોકોના કામ કરો. બોટાદમાં મેં અઢી વર્ષની અંદર રુપિયા 2000 કરોડનું કામ કર્યું છે. એમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે જીઆઈડીસીના કામ હોય, રોડ રસ્તા કામ હોય કે પછી ભલે સ્કૂલના કામો હોય. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે.'