રાજસ્થાનના રણુજાથી પરત ફરતા પાટણના યુવાનોનો અકસ્માત નડ્યો, બેના મોત, બેની હાલત ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Accident Incident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજસ્થાનના બાલોતરા નજીક ભારત માલા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાટણના યુવાનો રણુજાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાર અચાનક ટ્રેલર સાથે અડથાડા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતમાં બે યુવકના મોત
મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના યુવાનો કાર મારફતે રાજસ્થાનના રણુજામાં દર્શન કરવા ગયા હતા. જ્યારે રણુજાથી પરત ફરતી વખતે યુવાનોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી
અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના મામલે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









