Get The App

ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત 1 - image


Mahuva News: ભાવનગર જિલ્લાના મહુવાના દરિયામાં બે યુવકોના ડૂબવાની ઘટના સામે આવી છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા એકને બચાવી લેવાયો છે, જ્યારે અન્ય એક યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી મુજબ, મહુવાના ભવાની મંદિરના દરિયામાં આજે બુધવારે (3 સપ્ટેમ્બર) બે વ્યક્તિ ડૂબ્યા હતા. એક કાર્યક્રમને લઈને સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દરિયા બીચ ઉપર ગયા હતા. જેમાં દરિયામાં સ્નાન દરમિયાન બે વ્યક્તિઓ ડૂબ્યા હતા. 

આ પણ વાંચો: રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

ડૂબવાની ઘટનાને લઈને SRD જવાન અને સ્થાનિક તરવૈયાની મદદથી બંને વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં એકનો આબાદ બચાવ થયો હતો અને યોગેશ મગાનભાઈ ચૌહાણ (ઉં.વ.35) ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃતકના મૃતદેહનું પીએમ કરવા માટે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

Tags :