| પ્રતિકાત્મક તસવીર |
Morbi News : મોરબી શહેરમાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે અજાણ્યા શખસોએ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, મોરબી શહેરની એક સંસ્થાના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને બે અજાણ્યા શખસો ઘૂસ્યા હતા અને જે રૂમમાં માનસિક અસ્થિર બે મહિલાઓ હતી ત્યાં જઈને આરોપીએ બંને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી નરાધમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


