અમદાવાદ, તા. 19 જુલાઈ 2020 રવિવાર
ઘાટલોડિયામાં ભૂયંગદેવ ચાર રસ્તા પાસે રિક્ષામાં ગેરકાયદે માંસનો જથ્થો લઇ જઇ રહેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન રિક્ષામાંથી ભેંસના માસનો 300 કિલો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે 30,000 રૂપિયાની કિંમતનો માંસનો જથ્થો અને રિક્ષા મળીને 230000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે મહેસાણાના કડી ખાતે રહેતા મોઇન્શા મેમુદશા અબ્દાલ અને શાહરૂખ સિકંદર કલલની ધરપકડ કરી હતી.


