કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ, ગુજરાત કેડરના બે IAS અધિકારીઓ જશે દિલ્હી

IAS અધિકારીઓને બદલી તેમજ બઢતીનો સિલસિલો ચાલુ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ, ગુજરાત કેડરના બે IAS અધિકારીઓ જશે દિલ્હી 1 - image


ગુજરાતમાં IAS અધિકારીઓને બદલી તેમજ બઢતીનો સિલસિલો ચાલુ છે તેમજ કેન્દ્ર સરકારમાં હાલ ગુજરાત કેડરના અનેક IAS અધિકારીઓ ડેપ્યુટેશનમાં છે ત્યારે વધુ બે IAS અધિકારીઓને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ, ગુજરાત કેડરના બે IAS અધિકારીઓ જશે દિલ્હી 2 - image

કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે 

કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરતા ગુજરાતના બે IAS અધિકારીઓ વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે, જેમાં 2001ની બેચના IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે જ્યારે 1997ની બેચના મનીષ ભારદ્વાજને UIDAIમાં પોસ્ટિંગ અપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ 1997ની બેંચના IAS ઓફિસર સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાયા હતા જેમાં તેમને મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટિંગ આપ્યુ હતું.


Google NewsGoogle News