Get The App

હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે 1 - image


- દારૂનો જથ્થો શિવાજી સર્કલ પાસે રહેતા શખ્સને આપવાનો હતો

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 11 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : ભાવનગર શહેરમાં આવેલ હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ભાવનગર, હિમાલીયા મોલના પાર્કીંગમાં સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ ડિઝાયર કાર આગળ-પાછળ રજી.નંબર- જીજે -૦૬-પીઆર ૩૩૨૧માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી બે માણસો કારમાં બેઠા છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કારમાં તલાશી લેતા ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની ૧૯૦ રૂ. ૨,૨૭,૨૦૦ તથા બોટલ ૧૧૮૩ રૂ.૩,૬૨,૭૯૦  અને મોબાઈલ કાર મળી રૂ. ૧૧,૦૦,૭૪૦/-ના મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ જાટ,મેહુલ પરશોત્તમભાઈ બારૈયાને ઝડપી લીધા હતા.આ ઇંગ્લીશ દારૂ લેવા માટે ભાવના ઉર્ફે આશા મહેશ ઉર્ફે મયલો ધરમશી પરમાર (રહે. સોનગઢ) એ મેહુલ બારૈયાને મોકલી તે ઇંગ્લીશ દારૂનો જથ્થો હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા (રહે.શિવાજી સર્કલ, ભાવનગર) ને આપવાનો હતો.પોલીસે તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પ્રોહિ.એકટ કલમ ૬૫ એ,ઇ, ૧૧૬ (બી), ૮૧,૮૩,૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિની કલમ ૩૩૬(૨), ૩૩૬ (૩) તથા ૩૪૦ (૨) મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારને ખોટી નંબર પ્લેટ લગાવી ઠગાઈ આચરી

ઇંગ્લીશ દારૂનો જથ્થો અજય (રહે.ખરખોદા જી.સોનીપત હરિયાણા ) એ ભરી આપ્યો હતો.તથા વિશાલ ઉર્ફે ગૌરવ તથા યોગેન્દરને કારના સાચા નંબર એચઆર ૬૮ સી ૨૫૯૫ પ્લેટના બદલે નંબર-જીજે-૦૬-આરપી ૩૩૨૧ ની ખોટી નંબર પ્લેટ બનાવરાવી, ઠગાઇ કરવાના ઇરાદે તે ખોટી હોવાનું જાણવા છતાં સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.

Tags :