Gujarat

દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત

By GS Team
14 Feb 20262 mins read
દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત

- ખેડાથી નડિયાદ પરત જતા અકસ્માત નડયો

- વસો પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ : નેશનલ હાઇવે નંબર ૪૮ પર દાવડા બુલેટ ટ્રેન નીચે પસાર થતી મોટરસાયકલને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર રીતે ઇજા પામેલા બાઈક ચાલક અને પાછળ બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ ઇન્દિરાનગરી મૂત વાળા ફળિયામાં રહેતા વાલજીભાઈ મોડાજી મારવાડી પીપળાતા હર્ષદ ભવાની મંદિર નજીક મૂતઓ બનાવવાનું કામ કરે છે. ગુરૂવારની સાંજે પીપળાતાના ગોડાઉનમાંથી પિકઅપ બોલેરોમાં મૂતઓ ભરી તેમનો દીકરો પ્રવીણભાઈ વાલજીભાઈ મારવાડી અને મૂતઓ બનાવનાર કારીગર અકુભાઈ કાગસિયા ખેડા મંદિર ખાતે ઉતારવા ગયા હતા. તેઓ બંને ખેડા ખાતે બોલેરો પિકઅપ ગાડી મૂકી રાત્રે મોટરસાયકલ પર નડિયાદ આવી રહ્યાં હતા. આ દરમિયાન પ્રવીણભાઈ મારવાડી મોટરસાયકલ લઇ રાત્રિના ૯ઃ૩૦ વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નંબર ૪૮ દાવડા સીમ બુલેટ ટ્રેન નીચેથી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક મોટરસાયકલને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર રીતે ઇજા પામેલ પ્રવીણભાઈ વાલજીભાઈ મારવાડી (ઉં.વ.૩૨) તેમજ અકુભાઈ રાજુભાઈ કાગસિયા (ઉં. વ.૨૮)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વસો પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે વાલજીભાઈ મોડાજી મારવાડીની ફરિયાદ આધારે વસો પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Gujarat Samachar