હીરાપુરા પાટિયા પાસે કારે બાઇકને અડફેટે લેતા બેનાં મોત

- બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટયો
કપડવંજ : કપડવંજના હીરાપુરા પાટિયા પાસે કારે બાઇકને અડફેટે લેતા બે યુવકોને મોત થયા હતા. બંને યુવકોને પીએમ માટે કઠલાલ ખસેડવામાં આવ્યા હતા.
તાલુકાના હીરાપુરા પાટિકા પાસે બાઇક સવાર સંજય રાયમલસિંહ ઝાલા (ઉ.વ.૩૪, રહે.નારાજીના મુવાડા,બોરોલ ) બળવંતભાઇ શિવાભાઇ ઝાલા ( ઉ.વ. ૪૦, રહે.નારાજીના મુવાડા,બોરોલ )ને કાર ચાલકે બેદરકારીથી હંકારીને અડફેટે લીધા હતી અને કારના ચાલકે રોંગ સાઇડમાં આવીને બાઇકને ટક્કર મારતા પાંચ ફૂટ સુધી બાઇકને ઢસડી હતી. આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. બંનેના મૃતદેહ કઠલાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટયો હતો. આ મામલે કપડવંજ રૂરલ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

