- એપ્રેન્ટીસના ભથ્થા વધારવા અંગે વિચારણા
- ઇસીમાં ટીચીંગ, નોન ટીચીંગની મોટી ભરતીનું ઓર્ડીનન્સ મંજૂર કરાશે તો બોર્ડમાં સીંગલ સંવર્ગની ભરતી અંગે નિર્ણય થશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બન્ને કેમ્પસના આંતરિક રસ્તાનું રીસર્ફેસીંગ કાર્ય શરૂ કરાયું છએ અને નવો લુક અપાઇ રહ્યો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં પણ નવા એક્ટ બાદ નવી પદ્ધતિઓનું અમલીકરણ થઇ રહ્યું છે. તો સાથો સાથ ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફ હોવો પણ મહત્વની બાબત હોય ભરતી પ્રક્રિયા અંગે પણ પ્રશાસને મન બનાવ્યું છે. આગામી તા.૧૮ ડિસેમ્બરે એક જ દિવસમાં સર્વ સત્તા મંડળની બે મહત્વની બોડીની બેઠક મળનારી છે. જેમાં કેટલીક અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નિર્ણયો લેવાશે. એક્ઝીક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રોસ્ટર પ્રમાણીત થતા ભરતીનો માર્ગ મોકળો બન્યો છે ત્યારે ટીચીંગ-નોન ટીચીંગ ભરતીના નિયમો અંગેનું તૈયાર કરેલ ઓર્ડીનન્સ પર ચર્ચા વિચારણા કરાશે. તો કેટલીક કોલેજોના પ્રાધ્યાપકોને બહાલી આપવા સહિતના મુદ્દા પર નિર્ણય લેવાશે. જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં દિવ્યાંગ કેટેગરીની ભરતી, નવા જોડાણોના એમ.ઓ.યુ. અંગે ચર્ચા તેમજ સંચાલિત ત્રણે કોલેજોના આચાર્યની નિમણૂક અંગેના પણ નિર્ણયો પણ સંભવતઃ લેવાશે. આમ સાત બાબતો ઉપરાંત કેટલીક બાંધકામ વિભાગના મહત્વના નિર્ણયો લેવામાં આવશે. એક તબક્કે શામળદાસ આર્ટસ કોલેજમાં ચાર ઉમેદવાર, એમ.જે. કોમર્સ કોલેજમાં બે ઉમેદવાર અને સર પી.પી. સાયન્સ કોલેજમાં ત્રણ ઉમેદવાર આચાર્ય પદ માટે ક્લોવીફાઇડ થયા છે જે પૈકીની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.


