Baroda

દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સમા પોલીસે 15 જૂને વિશ્વામિત્રી નદી કિનારેથી 1.63 લાખનો દારૂ ઝડપ્યો હતો. આ ગુનામાં ફરાર રાહુલ રાજેશભાઈ ખાચર અને રોહન રાજેશભાઈ ખાચરની આગોતરા જામીન અરજી ત્રીજા એડિશનલ સેશન્સ જજ સી.એચ. શાહની કોર્ટે નામંજૂર કરી છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓની પ્રાથમિક સંડોવણી સ્પષ્ટ છે અને તપાસ માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર

Vadodara Court : વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી રાહુલ રાજેશભાઈ ખાચર અને રોહન રાજેશભાઈ ખાચર (રહે. ભરવાડવાસ, સમા ગામ, વડોદરા)ની આગોતરા જામીન અરજી ત્રીજા એડિશનલ સેશન્સ જજ સી.એચ. શાહની કોર્ટે નામંજૂર કરી છે.

સુનાવણી દરમિયાન સરકારી વકીલ એપીપી આર.એસ.ચૌહાણે દલીલ કરી હતી કે એફઆઈઆરમાં બંને આરોપીઓના નામ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે, જેના પરથી તેમની પ્રાથમિક સંડોવણી સામે આવે છે. આરોપીઓએ મોટી માત્રામાં દારૂની હેરાફેરીમાં મદદગારી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને હાલ તપાસ ચાલુ હોવાથી તેમની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. જામીન આપવામાં આવે તો તપાસને અસર પહોંચવાની તેમજ પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે.
કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદમાં આરોપીઓના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તપાસના હિતમાં તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. જામીન પર મુક્ત કરવામાં આવે તો તપાસમાં અવરોધ ઊભો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલના તબક્કે સમન્યાયના સિદ્ધાંતનો લાભ અરજદારોને આપી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે ગઈ તા.15 જૂને સમા પોલીસે વિશ્વામિત્રી નદીની કોતરમાં દરોડો પાડી રૂ.1.63 લાખની કિંમતની દારૂની 582 બોટલો ઝડપી પાડી હતી. દરોડામાં ઝડપાયેલા રાકેશ હરિસીંગભાઇ ડામોર (રહે. લક્ષ્મી નગર, સમા) એ આ દારૂનો જથ્થો રાહુલ અને રોહનએ મંગાવ્યો હોઈ પોતે છૂટકમાં વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી.