સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Bhestan Accident: સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ પર સવાર 22 વર્ષીય માતા અને તેની 3 વર્ષની દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દીકરી સાથે ડીંડોલી આવાસ તરફ જતા નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય રુકશાન સૈયદ તેની 3 વર્ષીય દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી. તે ભેસ્તાન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન અચાનક એક બેફામ ડમ્પરે તેના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે માતા-પુત્રી બંનેએ ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
ભેસ્તાન પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી
ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાળમુખા ડમ્પરના ચાલકની અટકાયત કરી લીધી છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.








