મહીસાગરના લુણાવાડામાં સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી, ધો.8માં ભણતાં નાના ભાઈનું મોત
Mahisagar News : મહીસાગરના લુણાવાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સામાન્ય બોલાચાલીમાં બે ભાઈ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતાં મોટાભાઈએ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો છે. જ્યારે બનાવને લઈને લુણાવાડા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને પોલીસે આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
બે ભાઈ વચ્ચે મારામારી, એક ભાઈનું મોત
મળતી માહિતી મુજબ, મહીસાગરના લુણાવાડાની એક સોસાયટીમાં ભાડાના મકાનમાં બે ભાઈઓ અભ્યાસ અર્થે રહેતા હતા. બંને ભાઈઓ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. ઘટનાના દિવસે પાણીની મોટર શરૂ કરવાને લઈને બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં નાના ભાઈને ચપ્પુ વાગી જતાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: અમરેલી: લાઠીના ધામેલ ગામના શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
સ્થાનિકોએ આ મામલે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટા ભાઈની અટકાયત કરીને વધુ પૂછપરછ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.