ભાવનગરના સોનગઢની ઘટના: જૈન મંદિરમાં બે સગાભાઈઓએ ઝેરી દવા ગટગટાવી, એકનું મોત, એકની હાલત ગંભીર
Bhavnagr News : ભાવનગરના સીહોર તાલુકાના સોનગઢના દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરમાં રહેતા બે સાગ ભાઈ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. બે સગા ભાઈઓએ ઝેર દવા ગટગટાવી લેતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે એક ભાઈની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ક્યાં કારણોસર બંને ભાઈઓએ આવું પગલું ભર્યું તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. સમગ્ર મામલે સોનગઢ પોલીસે તપાસ શરૂ કરી છે.
જૈન મંદિરમાં બે ભાઈઓએ દવા પીધી, એકનું મોત, એક ગંભીર
મળતી માહિતી મુજબ, સીહોરના સોનગઢ ખાતે આવેલા જૈન મંદિરમાં ચેતનભાઈ વિનોદચંદ્ર શાહ (ઉં.વ. 60) અને મેહુલભાઈ શાહ (ઉં.વ. 59) એ ઝેર દવા ગટગટાવી લીધી હતી. જેમાં ચેતનભાઈનું મોત નીજપ્યું છે. જ્યારે મેહુલભાઈની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલના MICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંદિરના મેનેજરે જણાવ્યું હતું કે, આ બંને ભાઈઓ ધર્મશાળા ખાતે છેલ્લા બે-અઢી મહિના પહેલા રહેવા આવ્યા હતા. બંને ભાઈઓએ દવા પીધી હોવાની જાણ થતાંની સાથે તાત્કાલિક તેમને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. મેહુલભાઈને હોસ્પિટલના MICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.