જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા

- એસએમસીએ દરોડા પાડયા, સ્થાનિક પોલીસ અંધારામાં
- દારૂની કટિંગ સમયે પોલીસ ત્રાટકી, દારૂ, બે વાહન સહિત 66.57 લાખનો મુદ્દામાલ જપ્ત
લીંબડી : લીંબડી અમદાવાદ હાઈવે જાખણ ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડીને વિદેશી દારૂની ૩૪૦૯ બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂ બે મોબાઈલ તથા આઈશર ટ્રક અને પીકઅપ કાર મળીને કુલ રૂપિયા ૬૬.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કક્યો છે. આ મામલે ૧૦થી વધુ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી. કે લીંબડી નજીક જાખણ ગામની સીમમાં આવેલા ભગીરથ છત્રસિંહ ઝાલાના ખેતરમાં પતરાના સેડ નીચે ચાલતાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. તેવી બાતમીના આધારે એસએમસી એ દરોડો પાડીને જુદીજુદી બ્રાન્ડી વિદેશી દારૂની બોટલો ૩૪૦૯ જે.ની.કી.રૂ. ૪૩,૪૯,૭૦૦ તથા આઈશર ટ્રક ૧ જે.ની.કી.રૂ. ૧૫,૦૦૦,૦૦ તથાં પીકઅપ કાર ૧ મોબાઈલ -૨ મળીને કુલ રૂપિયા ૬૩,૫૭,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દારૂ મંગાવનાર મુખ્ય વોન્ટેડ આરોપીઓ તનવીર જીતેન્દ્રસિંહ ઝાલા (રહે. સૌકા),રાહુલ ઉર્ફે ખોરી ચંદુભાઈ ઝીઝુવાડીયા (રહે. લીંબડી), શૈલેષ ગોપાલભાઈ કલાસુવા (રહે. લીબડી), ભગીરથ છત્રસિંહ ઝાલા ખેતર માલિક તથાં આઈશર ચાલક તેમજ આઈશર માલિક પીન્ટુ સીધાભાઈ ગોહિલ (રહે. જોરાવર નગર), પીકઅપ કાર ચાલક તથાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર સહિતના તપાસ માં ખુલ્લે તે તમામ શખ્સો હાજર નહીં મળી આવતાં પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ પોલીસે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.
લીંબડી તથાં પાણશીણા પોલીસના નાક નીચે મોટા પ્રમાણમાં થતાં વિદેશી દારૂના કટીંગ પર એસએમસી દરોડો પાડતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં હતાં. તેમજ લીંબડી શહેરમાં છેલ્લાં ઘણા સમયથી વિદેશી તથા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય અથવા તંત્રની રહેમનજર ચાલતાં હોય તેવું લાગી રહ્યું છે.

